Skip to content
QUESTIONSPAPER
- Questions Paper -
Header Line
Header Line
Content Top

ગાંધીનગર જિલ્લો | Gandhinagar Jillo

ગાંધીનગર જિલ્લો | Gandhinagar Jillo

ગાંધીનગર જીલ્લો

ગાંધીનગર જીલ્લાની આજુબાજુ મહેસાણા.અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાઓ આવેલા છે.
ગાંધીનગર જિલ્લો | Gandhinagar Jillo
  • ક્ષેત્રફળ :-  ૨,૧૬૩ ચો. કિમી.
  • સ્થાપના :– ૧૯૬૪
  • વિધાનસભાની કુલ સીટો :-૫ { દહેગામ, ગાંધીનગર દક્ષિણ,ગાંધીનગર ઉત્તર,માણસા અને કલોલ }
  • વસ્તી :-  ૧૩,૮૭,૪૭૮ (૨૦૧૧ મુજબ)
  • સાક્ષરતા :- ૮૫.૭૮%
  • લિંગ પ્રમાણ :-  ૯૨૦ ( દર  હજારે)
  • મુખ્ય મથક :-  ગાંધીનગર
  • તાલુકાઓ :-  (4 )  (1)  ગાંધીનગર (2)  દહેગામ  (3)  કલોલ  (4)  માણસા
  • તાલુકા પંચાયતની સીટો અને બેઠકો :- ૪ (બેઠકો:- ૧૧૬) (ભાજપ-૦, કોંગ્રેસ-૩)( ગાંધીનગર– ૩૬(ચૂંટણી યોજાઈ નથી) , દહેગામ–૨૮, કલોલ– ૨૮,  અને માણસા–૨૪ )
  • જિલ્લા પંચાયત સીટ :- ૩૦ (કોંગ્રેસ-૨૫, ભાજપ-૫)
  • જિલ્લા પંચાયત પ્રમુખ :- રામાજી ઠાકોર
  • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ભરતભાઈ પટેલ
  • નગરપાલિકાઓ :- ૩(બેઠકો- (ગાંધીનગર- ૮ , દહેગામ-૭, કલોલ- ૭, અને માણસા-૬ ) ( ગાંધીનગર-૩૨ વોર્ડ  (કોંગ્રેસ-૧૬, ભાજપ-૧૭), કલોલ-૧૧વોર્ડ(૪૪) (કોંગ્રેસ-૨૦, ભાજપ-૨૪)  ,અને દહેગામ-૭ વોર્ડ (૨૮) (કોંગ્રેસ-૦૯, ભાજપ-૨૦)
  • ગાંધીનગર નગરપાલિકા મેયર – પ્રવીણભાઈ પટેલ
  • ગાંધીનગર મ્યુનિ.કમિશનર :- શ્રી ડી.એન.મોદી
  • ગામડાઓ :- ૨૧૬
  • નદીઓ :-  સાબરમતી,  ખારી,  મેશ્વો,  વાત્રક
  • મુખ્ય પાકો :-  જુવાર,  ડાંગર,  બાજરી,  ઘઉં,  મગ,  એરંડા,  વરીયાળી,  બટાકા
  • ઉદ્યોગો:- ડેરી ઉદ્યોગ,  રાસાયણિક  ખાતર,  ઈલેક્ટ્રોનિક્સ,  ખેતીના  ઓજારો,  પાક  સંરક્ષણ  દવાઓ,
  • જોવાલાયકસ્થળો:- અક્ષરધામ,  ઇન્દ્રોડા  પાર્ક,  અડાલજની  વાવ,  થોળ  પક્ષી,  અભ્યારણ,  બરફનું  શિવલિંગ–અમરનાથ,  ઘંટાકર્ણ  મહાવીર  (મહુડી)

  વિશેષ  નોંધ :

  • ગાંધીનગર સાબરમતીને કિનારે વસેલું છે,
  • ગુજરાતનું પાટનગર  ગાંધીનગર  સુઆયોજિત  શહેર  છે.
  • આ શહેર  30  સેક્ટરોમાં  વહેચાયેલું  છે.
  • સરિતા ઉદ્યાન  વગેરે  અનેક  બગીચાઓ  જોવાલાયક  છે.
  • સેક્ટર 20 માં  આવેલું  ‘અક્ષરધામ’  વિશ્વભરમાં  પ્રખ્યાત  છે.
  • અનેક વિશાળ  સરકારી  ઓફિસો  આવેલી  છે.
  • ગાંધીનગરથી થોડે  દુર  અડાલજની  વાવ,  ફનવર્લ્ડ,  ઇન્દ્રોડા  પ્રાકૃતિક  શિક્ષણ  કેન્દ્ર  અને ડાયનાસોર પાર્ક,  વિધાનસભા  ગૃહ,ધોળેશ્વર મહાદેવ  જોવાલાયકસ્થળો છે.
  • ગાંધીનગર જિલ્લાના મહુડી જૈન મંદિર ઘંટાકર્ણ મંદિર આવેલું છે જેની સુખડીની પ્રસાદી પ્રખ્યાત છે.
  • અડાલજમાં અડાલજની  વાવ  રાણી  રૂડાબાઈએ  બંધાવેલી  છે. તેની લંબાઈ ૮૪ મીટર છે.
  • પંડિત દિન દયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી જે રાયસણમાં આવેલી છે.
  • જૈન આરાધના કેન્દ્ર કોબામાં આવેલ છે.
  • ગાંધીનગરમાં ગીફ્ટ સિટી( ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- સીટી ) આવેલી છે.
  • ગાંધીનગર જીલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીના મંદિરે શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.
  • પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંસ્થા ભાટ, ગાંધીનગર આવેલી છે.
  • નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી(NIFD) સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે.
Read Also

Article ads here
🤝 Stay connected with www.questionspaper.in for download Old Question Paper, New Question Paper as well as Provisional or Official Answer Key for each exam and for more latest updates.
Join Our Telegram Channel
🔸 JOIN 🔸
line
😊 Thanks for Visit.😊
Line