Skip to content
QUESTIONSPAPER
- Questions Paper -
Header Line
Header Line
Content Top

જુનાગઢ જિલ્લો | Junagadh Jillo

જુનાગઢ જિલ્લો | Junagadh Jillo

જુનાગઢ જીલ્લો

ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં "જીર્ણગઢ" તરીકે કર્યો છે. જુનાગઢનો સામાન્ય અર્થ "જૂનો ગઢ" થાય છે. જુનાગઢ રજવાડાનો ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.

ક્ષેત્રફળ :-૮,૭૬૨  ચો. કિમી.
જુનાગઢની આજુબાજુ ગીર સોમનાથ ,રાજકોટ, પોરબંદર અને  અમરેલી  જિલ્લા આવેલા છે.
જુનાગઢ જિલ્લો | Junagadh Jillo


સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-૪ માણાવદર, જુનાગઢ, વિસાવદર,માંગરોળ
પોરબંદર,અમરેલી,રાજકોટ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે.
તેની દક્ષિણે અરબી સમુદ્ર  આવેલો છે
વસ્તી :- ૧૫,૨૫,૬૦૫ (૨૦૧૧)
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૫૩(  દર  હજારે)
સાક્ષરતા :- ૭૩.૬૫%
મુખ્ય મથક :-  જુનાગઢ
તાલુકાઓ:-(૦૮) (1)જુનાગઢ(2)માણાવદર(3) વંથળી (4)ભેંસાણ (5) વિસાવદર(6) શેરગઢ (7)  મેંદરડા  (8)  બીલખા
તાલુકા પંચાયતની સીટો અને બેઠકો :- ૯ (કુલ બેઠકો:- ૧૫૮)( જૂનાગઢ-૧૮,ભેંસાણ- ૧૬, કેશોદ-૧૮,માળીયા-હડિયા-૨૦, માણાવદર-૧૬,માંગરોળ-૨૦, મેંદરડા-૧૬ . વંથલી- ૧૮ અને વિસાવદર-૧૮ ),
જિલ્લા પંચાયત સીટ :- ૩૦ (કોંગ્રેસ- ૨૭, ભાજપ-૩)
જિલ્લા પંચાયત પ્રમુખ :- વલ્લભભાઈ દૂધાત
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લક્ષ્મણભાઈ ભરડા
નગરપાલિકાઓ અને વોર્ડ :-૧ (બેઠકો-૩૬ ) ( કેશોદ- ૯ ) (ભાજપ-૨૩, કોંગ્રેસ-૧૨,અન્ય-૧ )
જુનાગઢના મેયર :- જીતેન્દ્રભાઈ હરીપુરા
જુનાગઢ મ્યુનિ.કમિશનર :- શ્રી રાજેન્દ્ર ત્રિવેદી
મુખ્ય શહેર :-  જુનાગઢ,
હવાઈ મથક :-  કેશોદ
પર્વતો :- ગિરનાર
નદીઓ :- ઓઝત,  હિરણ,  સરસ્વતી,  શિંગવડો,  મચ્છુ,  છાસી,  માલશ,  ઉબેણ,  મધુવતી
મુખ્ય પાકો :-  મગફળી,  કેરી,  જુવાર,  તલ,  કપાસ,  બાજરી,  નારિયેળ,  ચીકુ
ઉદ્યોગો :- મત્સ્ય ઉદ્યોગ,  સિમેન્ટ,  સોડાએશ,  ખાંડ
ખનીજ :- સફેદ  પથ્થર,  ચુનાનો  પથ્થર
જોવાલાયક સ્થળો:અશોકનો  શિલાલેખ,  અડીકડી  વાવ,  સક્કર  બાગ,  ઝૂ  નવઘણ  કુવો,  ખાપરા  કોડિયાનો  મહેલ,  કૃષિ  કોલેજ,  દામોદર  કુંડ,  નરસિંહ  મહેતાનો ચોરો,  ગિરનાર,  અહમદપુરમાંડવી  વિહાર, દરબાર  મ્યુઝીયમ  હોલ,  સાસણગીર  અભ્યારણ,  તુલશીશ્યામ,  સતાધાર,  હોલી ડે  કેમ્પ-ચોરવાડ,  નથ્થુરામ  શર્મા  આશ્રમ-બીલખા.

જોવાલાયક સ્‍થળો

શ્રી કૃષ્ણના લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનું જુનાગઢ સંત સતી અને શૂરવીરોના ઐતિહાસિક શહેરને ગિરનારનો આશ્રય મળેલો છે. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધારે છે. ત્યાં પવિત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના સમ્રાટ અશોકનો શિલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહીં પધારે છે. અહીં ભગવત ચિંતન અને પારાયણ કરે છે તથા છપૈયાથી શ્રી નિલકંઠવર્ણી ઘનશ્યામ મહારાજ અહીં પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામીને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામી નામ ધારણ કરે છે. નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શૂરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રા'નવઘણે પોતાની ધર્મની બહેનની રક્ષા માટે સિંધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુદ્ધ લડીને વિજય મેળવ્યો હતો.

  • ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામા અડી કડી વાવ, નવઘણ કૂવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
  • ભીમકુંડ અને સૂરજ કુંડ ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલ ગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
  • કપિલધારા કુંડ અને કમંડલ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
  • સીતા કુંડ અને રામ કુંડ હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે.
  • દાતાર શિખર ૨,૭૭૯ ફૂટ(૮૪૭ મી.) ઉંચો પર્વત જે ગિરનાર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વત પર દાતાર બાપુની જગ્યા આવેલી છે, ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથિયા છે.
  • ગિરનાર પર્વત
  • નરસિંહ મહેતાનો ચોરો
  • સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
  • દામોદર કુંડ
  • ભવનાથ
  • મહાબત મકબરો
  • વિલિંગ્ડન બંધ
  • ખાપરા-કોડીયાની ગૂફાઓ
  • બાબા પ્યારેની ગુફાઓ
  • અશોકનો શિલાલેખ
  • બાબી મકબરો
  • બહાઉદીન મકબરો
  • બારાસાહેબ
  • સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
  • દરબારહૉલ મ્યુઝિયમ (કચેરી)
  • ગાયત્રી મંદિર - વાઘેશ્વરી મંદિર
  • અક્ષર મંદિર
  • સ્વામિનારાયણ મંદિર(જૂનું)

 વિશેષ  નોંધ :-

  • જુનાગઢના જિલ્લામાં  શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ  ભાલકાતીર્થ સુપ્રસિદ્ધ છે.
  • ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર ગિરનાર છે.
  • મહાશિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય છે.
  • જૂનાગઢમાં મુખ્ય પાક મગફળી છે. જુનાગઢમાં મગફળી રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર આવેલું છે.
  • અહીનું સાસણગીરનું  અભ્યારણ  સમગ્ર  એશિયામાં  સિંહોનું  એકમાત્ર  નિવાસસ્થાન  છે.
  • તુલશીશ્યામમાં ગરમ  પાણીના  કુંડ  છે.
  • માંગરોળ નારિયેલ  માટે  પ્રખ્યાત  છે. તથા નાગરવેલના પાનની ખેતી પણ થાય છે.
  • અહમદપુર માંડવી  વિહાર  ધામ  છે.
  • ચોરવાડ એ  ‘લીલી  નાઘેર’  પ્રદેશ  તરીકે  જાણીતો  છે.
  • જુનાગઢ અને  કેશોદની  કેશર  કેરી  ભારતમાં  પ્રખ્યાત  છે.
  • જુનાગઢ જીલ્લો  ખેતીવાડીની  દ્રષ્ટીએ  સમૃદ્ધ  છે.
Read Also

Article ads here
🤝 Stay connected with www.questionspaper.in for download Old Question Paper, New Question Paper as well as Provisional or Official Answer Key for each exam and for more latest updates.
Join Our Telegram Channel
🔸 JOIN 🔸
line
😊 Thanks for Visit.😊
Line